Créditos
PERFORMING ARTISTS
Anoopam Mission
Performer
COMPOSITION & LYRICS
Anoopam Mission
Composer
PRODUCTION & ENGINEERING
Anoopam Mission
Producer
Letra
જય જય જય શ્રી સ્વામિનારાયણ... જય હો અક્ષર પુરુષોત્તમ
આવ્યો મંદિર કળશ મહોત્સવ... દિગંતમાં ગાજે પડઘમ...
હે સંતો હે ભક્તો-યુવાઓ.આવ્યો છે અવસર અણમોલ
કમર કસો ને કરો તૈયારી... જીવવા સાહેબજીના બોલ...
જય જય જય શ્રી સ્વામિનારાયણ...
કર્મયોગના માર્ગે અનુપમ ભક્તિ સુયોગને સાધી
સાહેબજીના અષ્ટ સખાએ કર્યા ગુરૂદેવ રાજી
ભક્તોની સેવામાં રસબસ નિર્દોષબુધ્ધિ રાખી
અક્ષરરૂપ આતમમાં સ્વામી-શ્રીજી ગયા બિરાજી
યોગીજીના શ્રીચરણે કરું નામી શીશ પ્રણામ
ગદ્ગદ્ ભાવે વંદન ગુરૂ હે સાહેબ જીવનપ્રાણ
જય જય જય શ્રી સ્વામિનારાયણ...
સંપ એકતા સુહૃદભાવને જાણી સાધનાપ્રાણ
સત્સંગના એક દિવ્ય યુગનો ઝળહળે સ્વર્ણિમ ભાણ
યોગીજીના વચનો આજે થાતાં પ્રગટ પ્રમાણ
ભગવાં હૃદયનાં મંદિરજીમાં ધબકે શ્રીહરિપ્રાણ
યુગ અનંત પર્યંત આ મંદિર ઉપાસનાના ગાશે ગાન
અક્ષર-પુરુષોત્તમ જય ઘોષે ગૂંજતા રહેશે સર્વે ધામ
જય જય જય શ્રી સ્વામિનારાયણ...
Written by: Anoopam Mission