Lyrics
હે જી રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા
રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા
હવે મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા
હવે મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા
હે જી રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા
રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા
મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા
હવે મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા
એ ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી
મથુરાની ગલીયુ માં ગ્યો દિલડાં તોડી
સુની આ ગલીયુ માં ખાલીપો ખટકે
મોરલીના સુર સુણવા મન જો ને ભટકે
હે જી ગોપીયુ ના કાન હવે, નંદજીના લાલ તને
માતા જશોદા કરે છે પોકાર!
હે જી અલગારી!
અલગારી-દાન, કાન ગોકુળીયું ત્યાગી
અલગારી-દાન, કાન ગોકુળીયું ત્યાગી
પછી વનરાવન વેણુ નથી વાગી, કીયે છે એમ રંગ ભીની રાધા
પછી વનરાવન વેણુ નથી વાગી, કીયે છે એમ રંગ ભીની રાધા
હે જી રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા
રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા
Written by: Dan Algari, Shailesh Pandya, Utpal Jivrajani