Créditos
PERFORMING ARTISTS
Anoopam Mission
Performer
COMPOSITION & LYRICS
Anoopam Mission
Composer
PRODUCTION & ENGINEERING
Anoopam Mission
Producer
Letras
ૐ સ્વામિનારાયણ (૨)
આજ આંગણિયે આયો આયો (૨) હૈયે આનંદ છાયો,
મહોત્સવ આયો રે (૨) કળશ મહોત્સવ આયો રે (૨)
આનંદ છલકે શુભદિનનો (૨) સુવર્ણ કળશ પધાર્યા, (૨)
સંતો ભક્તોનાં તન મન ઝૂમે (૨) ઉમંગે ઊભરાયા, (૨)
શોભાયાત્રા ભક્તિભાવની (૨) સાહેબજીને વધાવો,
મહોત્સવ આયો રે
શ્રવણમ્ કીર્તનમ્ સ્મરણમ્ પાદસેવનમ્,
અર્ચનમ્ વંદનમ્ દાસ્યમ્ સખ્યમ્ આત્મનિવેદનમ્, (૨)
નવધાભક્તિ દિવ્યમંત્ર જીવનમાં પ્રગટાવો,
મહોત્સવ આયો રે
મંદિરજી પર શિખરની શોભા, સુવર્ણ કળશ ઝળકે,
ઉપાસનાની ધજા ફરકે, વાગે ડંકા દિગંતે,
કળશ મહોત્સવની જય જય હો (૩)
મહોત્સવ આયો રે
Written by: Anoopam Mission