Créditos

ARTISTAS INTÉRPRETES
Anoopam Mission
Anoopam Mission
Intérprete
COMPOSICIÓN Y LETRA
Krunal Parmar
Krunal Parmar
Composición
PRODUCCIÓN E INGENIERÍA
Anoopam Mission
Anoopam Mission
Producción

Letra

સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
હે ભક્તો ભગવાનના સાધુ-સંત સુજાણ
શ્રીહરિનામરટણ કરે સઘળે સર્વ સુવાણ
શ્રી અષ્ટોત્તરશત હરિનામ સમરતિ ગુરૂહરિ સંગ
આધિ વ્યાધિ ઉપાધિ ટળે સુખ કરે સત્સંગ
શ્રીહરિકૃષ્ણ શ્રીહરિ શ્રીકૃષ્ણ ઘનશ્યામ
ભક્તિનંદન ધર્મકિશોર વર્ણી સુંદરશ્યામ
નીલકંઠ સહજાનંદજી સ્વામિનારાયણ નામ
ષડ અક્ષરનો સમરથ આ મંત્ર મહા બળવાન
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
નારાયણ મહારાજ પ્રભુ નટનાગર સુખધામ
રસિયારાજ શ્રી મોહનજી છોગલાંધારી શ્યામ
શ્રી પુરુષોત્તમ રાજીવનેણ ધર્મકુંવર મુનિરાય
સુખસાગર ભવભયહારી નટવર જાદવરાય
ધર્મનંદન વનમાળી શ્રીસ્વામી સુખરાશી
જગઆધાર શ્રી ગીરધારી મોરારિ અવિનાશી
નાથ શ્રી લહેરી રંગલહેરી દેવ હે શ્યામસુજાણ
વ્હાલીડા હે શ્રી ભગવાન હરિવર જીવનપ્રાણ
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
શ્યામસનેહી સુંદરવર રસિયાજી ગોપાલ
દયાસિંધુ હે અલબેલા માવા દીનદયાળ
છોગાંવાળા છેલ વિભુ વિમલમૂર્તિ હે લાલ
શામળા હે કેસરીયા પિયા છેલા ભક્તિબાળ
રસિક કૃપાનિધિ શ્રી બળવંત ગોવિંદ અંતર્યામી
કરુણાનિધાન રાજેન્દ્ર માવજી અક્ષરધામી
ભક્તવત્સલ સાંવરિયા પ્રીતમજી છોગાળા
પ્રણતપાળ હે સમરથમૂર્તિ મનવસિયા લટકાળા
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
કામિલ કાબિલ સર્વોપરી પ્રાણાધાર હે પ્યારા
લહેરખડાં લહેરી કોડીલા ઠાકોરજી હે ન્યારા
શ્રી રાજાઅધિરાજ હે વિશ્વપાળ હે અધમોદ્ધારણ
શ્યામમનોહર વિશ્વવિહારી વ્હાલમ પતિતપાવન
શ્રી બાંવરિયા રંગભીના સલુણા હે સુખસાગર
સુખદાયક હે પૂરણકામ મોહનવર માણીગર
ચતુરસુજાણ હે કામણગાર ખાંતીલા મર્માળા
બહુનામી મમ હ્રદય વસો શ્રીજી સદા કૃપાળા
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...
Written by: Krunal Parmar
instagramSharePathic_arrow_out

Loading...