I successi di Ashit Desai
TaranaRavi Shankar, Ashit Desai, Suresh Lalwani, Ravindra Sathe, Ratna Mala, Hemangini Desai, Kumar Bose, Tarun Bhattacharya, Ramesh Mishra, Pandit Vishwa Mohan Bhatt, Daya Shankar, Ronu Majumdar, Kailash Sharma, Shubhendra Rao, Parimal Sadaphal, Parthasarthy Chowdhury, Balachandra Joshi, Vikram Patil, Harihar Rao & T.R. Sundaresan
Shanti-MantraRavi Shankar, Ashit Desai, Suresh Lalwani, Ravindra Sathe, Ratna Mala, Hemangini Desai, Kumar Bose, Tarun Bhattacharya, Ramesh Mishra, Pandit Vishwa Mohan Bhatt, Daya Shankar, Ronu Majumdar, Kailash Sharma, Shubhendra Rao, Parimal Sadaphal, Parthasarthy Chowdhury, Balachandra Joshi, Vikram Patil, Harihar Rao & T.R. Sundaresan
Testi
શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં
કદમ કેરી ડાળો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
જમુના કેરી પાળો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
વ્રજ ચોરાસી કોસ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
કુંડકુંડની સીડિયો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
કમલ કમલ પર મધુકર બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
ડાળ ડાળ પર પક્ષી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
વૃંદાવનનાં વૃક્ષો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
ગોકુળિયાની ગાયો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
કુંજ કુંજ વન ઉપવન બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
વૃજભૂમિનાં રજકણ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
રાસ રમંતી ગોપી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
ધેનુ ચરાવતા ગોપો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
વાજાં ને તબલાંમાં બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
શરણાઈ ને તંબૂરમાં બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
નૃત્ય કરંતી નારી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
કેસર કેરી કયારી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
આકાશ પાતાળે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
ચૌદ લોક બ્રહ્માંડે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
ચંદ સરોવર ચોકે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
પત્ર પત્ર શાખાએ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
આંબો લીંબુ ને જાંબુ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
વનસ્પતિ હરિયાળી બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
જતીપુરાના લોકો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
મથુરાજીના ચોબા બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
ગોવર્ધન શિખરે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
ગલી ગલી ગહવરવન બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
વેણુસ્વર સંગીતે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
કળા કરંતા મોર બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
પુલિન કંદરા મધુવન બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
શ્રી જમુનાજીની લહેરો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
આંબા ડાળે કોયલ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
તુલસીજીના ક્યારા બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
સર્વ જગતમાં વ્યાપક બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
વિરહી જનનાં હૈયાં બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
કૃષ્ણ વિયોગે આતુર બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
મધુર વીણા વાજિંત્રો બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
કુમુદિની સરોવરમાં બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
તારલિયાનાં મંડળ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
અષ્ટ પ્રહર આનંદે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
રોમરોમ વ્યાકુળ થઈ બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
મહામંત્ર મન માંહે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
જુગલચરણ અનુરાગે બોલે, "શ્રી કૃષ્ણઃ શરણં મમ:"
શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં
શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં
શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં
શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં
શ્રી કૃષ્ણ: શરણં મમાં, શ્રી કૃષ્ણ: શરણં મમાં
Writer(s): Kaumudi Munshi
Lyrics powered by www.musixmatch.com