クレジット
PERFORMING ARTISTS
Anoopam Mission
Performer
Nishchal Oza
Ensemble
Nilesh Dhumal
Ensemble
Bhargav Raval
Ensemble
Upendra Goswami
Ensemble
Nikhil Parekh
Ensemble
COMPOSITION & LYRICS
Krunal Parmar
Composer
PRODUCTION & ENGINEERING
Anoopam Mission
Producer
歌詞
પધારો સાહેબજી સ્વાગત કરીએ આજ,
હૈયાં થનગને,મનડાં અમારાં ઝૂમે ઝૂમે આજ...
રંગ ઉડાડી નાચો રે ગાઓ, આજ આનંદ હૈયે છલકાયો,
સંતભગવંત સાહેબજી રૂપે સ્વામી-શ્રીજી પધાર્યા (૨)
હે આવ્યા સદગુરુ સંતો આજ, લાવ્યા અક્ષરમુક્તો સાથ,(૨)
પધાર્યા... પધાર્યા હૃદયઅધિરાજ
કુમકુમ પૂજન ભાલે કરીએ, ભક્તિભાવનાં ફૂલડાં ધરીએ,
હૃદય મંદિરે ભાવે વધાવી, વંદનભાવ અમારા ધરીએ,
રંગ ઉડાડી ઉમંગ ધરીએ, સાહેબજીના રંગે રંગાઈએ,(૨)
પધાર્યા... પધાર્યા હૃદયઅધિરાજ
હે આવો આવો વ્હાલમજીનાં સ્વાગત કરવા આવો,
હાલો હાલો સાહેબજીનાં દર્શન કરતાં મ્હાલો,
હૈયા હિલ્લોળે હરખે, મનડાં સૌનાં મલકે,(૨)
પધાર્યા... પધાર્યા હૃદયઅધિરાજ
પ્રાણાધાર સંતભગવંત સાહેબજી પ્યારા રે,
યોગીહૃદયધબકાર ગુરુહરિ સાહેબજી ન્યારા રે,
હૃદયઅધિરાજનું સ્વાગત કરીએ, આનંદ આનંદ કરીએ રે
Written by: Krunal Parmar