音乐视频

Vishvambhari Stuti - Kinjal Dave - KD Digital
观看 {artistName} 的 {trackName} 音乐视频

制作

出演艺人
Kinjal Dave
Kinjal Dave
表演者
作曲和作词
MAYUR NADIYA
MAYUR NADIYA
作曲
Lalit Dave
Lalit Dave
词曲作者

歌词

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) આ રંકને ઉગરવા નથી કોઇ આરો જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો ના શું સુણો ભગવતી શિશુના વિલાપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) મા કર્મ જન્મ કથની કરતાં વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો આડંબરે અતિ ઘણો મદથી બકેલો દોષો થકી દુષિતના કરી માફ આપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી આ જિંદગી થઇ મને અતિસે અકારી દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો શક્તિ ન માપ ગણવા અગણિત માપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું રાત્રી દિને ભગવતી તુજને જપું છું સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી સંસારનાં સકળ રોગ સમુળ કાપો (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો) (મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો)
Writer(s): Traditional, Traditional Traditional Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out