Credits
COMPOSITION & LYRICS
Dada Bhagwan
Songwriter
Lyrics
જ્ઞાની હાજર છે અહીં કાઢી લેજો કામ મહીં પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર
કાગળનો દિપ કંઈ ધરે પ્રકાશ નહીં પ્રગટ દીપકથી અંધારુ જનાર
કહ્યું છે કૃપાળુદેવે ખોળી લેજો પ્રત્યક્ષને અર્પણ કરી દઈ સર્વે ભાવ વર્ત્યે જજો
નક્કી છે મોક્ષ જાણ બાધક ના કોઈ થનાર આધિનતા જ્ઞાનીની અંતિમ ઉપાય
જ્ઞાની હાજર છે અહીં
પ્રત્યક્ષ હોય એ ટપલી મારશે આડા ગયા ત્યાં સીધે વાળશે
મુર્તિ બોલે નહીં કાન ઝાલે નહીં દિશા ક્યાં રહી અને ચાલ્યા ક્યાં જાય
જ્ઞાની હાજર છે અહીં
ધન્ય અવતાર ત્યાં મળી ગયા જ્ઞાની જ્યાં કોટિ જન્મોની પુણ્યૈ જાગી ત્યાં
આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ હવે દેખાડશે એ પૂનમનો ઉજાસ
જ્ઞાની હાજર છે અહીં
કાગળનો દિપ કંઈ
Written by: Dada Bhagwan

