Lyrics
વા, વાયા ને વાદળ ઊમટ્યાં
વા, વાયા ને વાદળ ઊમટ્યાં
ગોકુળમાં, હો
ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા
વા, વાયા ને વાદળ ઊમટ્યાં
ઊમટ્યાં, ઊમટ્યાં
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં
સાસરિયામાં મ્હાલવું રે, પિયરીયાથી છૂટાં પડ્યાં
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં
મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો લેવા હાલ્યો
મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇને વેલો, વીરા લઇને વેલો
વીરા લઇને વેલો આવજે રે, સાસરિયા મારા ઘેરે બેઠા
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં (છલી વળ્યાં, છલી વળ્યાં)
હે, મારા નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો
મારા નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇને વેલો, વીરા લઇને વેલો
વીરા લઇને વેલો આવજે રે, સાસરિયા મારા ઘેરે બેઠા
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં
Written by: Aakash Parmar